સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત સીરિઝ ‘હીરામંડી’1 મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં જૂના જમાનામાં વેશ્યાઓની સ્થિતિને દર્શાવવામાં આવી છે. જેમાં વેશ્યાવૃત્તિ અને રેડ લાઈટ એરિયાની વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓને દર્શાવવામાં આવ્યા છે. આવા સંવેદનશીલ વિષય પર અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને દર્શકોએ તેની પ્રશંસા કરી હતી. ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યારે ઉપલબ્ધ આ વિષયક સાત ફિલ્મોની યાદી અત્રે રજૂ કરવામાં આવી છે.
ચમેલી: 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચમેલી’માં કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં એક વિધુર પુરુષ અને વેશ્યા વચ્ચેની મિત્રતાની કહાની દર્શાવવામાં આવી હતી.