મેયરપદે સાદિક ખાનની ઐતિહાસિક ત્રીજી જીત પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાને લંડનના મેયર તરીકે સીમાચિહ્નરૂપ સતત ત્રીજી વખત જીત મેળવી છે. સાદિક ખાને તેમના કન્ઝર્વેટિવ હરીફ સુસાન હોલને 276,000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા અને લેબરના મતોમાં 3.2%નો વધારો કર્યો હતો. તેઓ 14માંથી 9 મતવિસ્તારોમાં જીત્યા હતા જેમાં બે મતવિસ્તારોતો ટોરીઝ પાસેથી આંચકી લીધા હતા.
સાદિક ખાને 1,088,225 મતો મેળવ્યા હતા જ્યારે સુસાન હોલને 812,397 મતો...