• નવનાત વણિક એસોસિએશન યુકે, નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન શનિવાર 18 મે 2024ના રોજ સવારે 10 વાગ્યાથી કરવામાં આવ્યું છે. મહા પ્રસાદનો લાભ મળશે. આપની હાજરીની નોંધ કરાવવા વિનંતી. કલ્પના પારેખ – 07956 532 032 અને ઈલા શાહ – 07872 176 934.
  • પ. પૂ. રામબાપાના દિકરી શ્રીમતી ભારતીબેન કંટારિયાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે 108 હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા. 19મી મે, 2024ના રોજ સવારે 11થી બપોરના 4:30 સુઘી સિંધી મંદિર, 318 ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD ખાતે કરવામાં આવ્યું છે. યજ્ઞ બાદ મહાપ્રસાદનો લાભ લેવા વિનંતી છે. કૃપા કરીને ઈશાનીને ફોન નંબર 07793 765 035 ઉપર RSVP કરવા વિનંતી છે.
  • શ્રી લોહાણા મહાજન લેસ્ટર CIO અને લેસ્ટર મહાજન ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન 19મી મે 2024ના રોજ બપોરે 2 વાગ્યાથી નીતિબેન ઘીવાલા લોહાણા કેન્દ્ર, હિલ્ડયાર્ડ રોડ, ઓફ રોસ વોક, લેસ્ટર LE4 5GG ખાતે કરવામાં આવ્યું છે. ભાગ લેવા માંગતા લોકોને પોતાનું પેઇડ મેમબરશીપ કાર્ડ/નંબર લાવવા વિનંતી છે.