બ્રિટિશ રાજવી પરિવારના પ્રિન્સ હેરીએ 2019માં સ્થાયી ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન- ટ્રાવેલિસ્ટમાં રજૂ કરેલા ડોક્યુમેન્ટસ મુજબ, તેમણે ઔપચારિક રીતે તેમની બ્રિટિશ રેસિડેન્સીનો ત્યાગ કરીને અમેરિકા પોતાનું નવું ઘર હોવાનું જાહેર કર્યું હતું. કેટ મિડલટને પોતાને કેન્સર હોવાનું જાહેર કર્યા પછી 39 વર્ષીય ડ્યૂક ઓફ સસેક્સે પ્રથમવાર જાહેર ટિપ્પણી કરી હતી. ડોક્યુમેન્ટ્સના આધારે ડેઇલી મેઇલના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કંપનીઝ હાઉસ દ્વારા પ્રકાશિત ડોક્યુમેન્ટ્સમાં આ નિવાસી દરજ્જામાં ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં હેરીના નવા દેશ અને રાજ્યના સામાન્ય નિવાસી તરીકે હવે યુકેના બદલે યુએસએનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.