જો તમને અથવા તમે જાણતા હો તેવા કોઈ વ્યક્તિને ડ્રગ્સ અથવા આલ્કોહોલની સમસ્યા છે, તો સ્થાનિક નિષ્ણાતો પાસેથી મફત અને ગોપનીય સલાહ અને સમર્થન મેળવવાની ઘણી બધી રીતો છે.

‘HM સરકાર સાથે મળીને પ્રસ્તુત’

ડ્રગ અને આલ્કોહોલની સમસ્યાઓ કોઈને પણ અસર કરી શકે છે, ઘણા લોકો તેને ગુપ્ત રાખે છે, નોકરી ટકાવવા અને પારિવારિક જીવનને સંભાળવા માટેનું દબાણ ઉમેરાય છે. આ તમારી આસપાસના લોકો પર ગંભીર અસર કરી શકે છે, જેમાં તમે જેને પ્રેમ કરો છો તે લોકો પણ સામેલ છે.

ભલે તમે ડ્રગ્સ અને આલ્કોહોલ પર નિર્ભર બની ગયા હો, અથવા તમારા ઉપયોગને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય, શું થઈ રહ્યું છે તે સ્વીકારવું અને વાત કરવી મુશ્કેલ બની શકે છે.

પરંતુ એ યાદ રાખવું અગત્યનું છે કે અસરકારક, ખાનગી અને નોન-જજમેન્ટલ મદદ એવી કોઈપણ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે જેઓ માને છે, અથવા જેમને તેઓ જાણે છે જેઓ આલ્કોહોલ અથવા ડ્રગ્સ સાથે સંઘર્ષ કરે છે. કોઈ પ્રિય વ્યક્તિના આલ્કોહોલ અને ડ્રગના ઉપયોગથી અસરગ્રસ્ત પરિવારો માટે પણ આ સપોર્ટ ઉપલબ્ધ છે.